સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને સ્કાયલાઇન યુનિવર્સિટી, શારજહા વચ્ચે મેનેજમેન્ટ, આઇ.ટી., આઇ.સી.ટી.અને એ. આઈ. ક્ષેત્રે એમ.ઓ.યુ.

2

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર અને સ્કાયલાઇન યુનિવર્સિટી- શારજહાં વચ્ચે સ્ટડી ઈન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગ ના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા-IAS ની ઉપસ્થિતિમાં શારજહા ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) વી. કે. શ્રીવાસ્તવ અને સ્કાય લાઇન યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર (ડો.) મોહમ્મદ ઈન. ઐરાત અે આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરેલ. આ એમ.ઓ.યુ. અંતર્ગત સ્કાય લાઇન યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેનેજમેન્ટ વિષયો ઉપર સ્ટુડન્ટ એક્સચેન્જ અને રિસર્ચ ક્ષેત્રે આદાન પ્રદાન કરશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ આ અંગે જણાવ્યું હતું કે આ એમ.ઓ.યુ. થકી યુનિવર્સિટી માં અભ્યાસ કરતા Engineeing અને Management ના વિદ્યાર્થીઓને  શિક્ષણ અને શોધ ક્ષેત્રે ખૂબ જ લાભ થશે જેના કારણે વિદ્યાર્થીઓનો અદ્યતન તકનીકી ના ઉપયોગ સાથે સર્વાંગી વિકાસ ખૂબ જ સરળ બનશે.

Leave us a Comment