3rd Convocation

Event Description

નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના સંસ્થાપક, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની ૩૪ મી પુણ્યતિથિ ના સ્મરણીય દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૦, શનિવારના રોજ તૃતીય પદવીદાન સમારોહનું આયોજન કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ઓનલાઇન અને ઓફ લાઇન માધ્યમ થી કરવામાં આવ્યુ. જેમાં ઉત્તકૃષ્ઠ અભ્યાસ પૂર્ણ કરી વર્તમાન વર્ષે સ્નાતક અને અનુસ્નાતક કુલ ૧૪૫૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૩૭ વિદ્યાર્થીઓને તેમની વિશેષ ઉપલબ્ધિ બદલ ઉપષ્થિત મહેમાનશ્રીઓ ના વરદ હસ્તે સુવર્ણચંદ્રક અને પદવી આપી પ્રોસ્તાહિત કર્યા હતા.
પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયનાં માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિધાર્થી લક્ષી યોજનાઓ જેવી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, આઈ હબ, ઇંનોવશન, રીસર્ચ ફંડીંગ વિગેરે નો લાભ લેવા માટે આહવાન કર્યું હતુ. તેમજ સ્ટાર્ટઅપ નાં માધ્યમથી સમસ્યાનું સુવિધા સાથે સમાધાન કરી આત્મનિર્ભર થવાં સહ-હૃદય પૂર્વક વિનંતિ કરી હતી.
સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત સરકાર નાં હાયર એન્ડ ટેકનિકલ વિભાગના સચિવ શ્રીમતી અંજુબેન શર્મા એ વિધાર્થીઓને પ્રયત્ન અને પુરુષાર્થથી પુર્ણ સફળતા પ્રાપ્તિનાં પથ દર્શક બની પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ. ગુજરાત રાજયનાં આરોગ્ય અને કલ્યાણ વિભાગના સચિવ ડૉ. જયંતિ રવી મેડમે વિડિઓ મેસેજના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવતા વિધાર્થી મિત્રો ને સતત પ્રયત્નશીલ રહી સફળતાનાં નવા શિખર સર કરવા પ્રેરણા પુરી પાડી હતી તથા નૂતન જનરલ હોસ્પિટલ દ્રારા કોંરોના સંક્રમણ સમયે કાર્યરત સેવાઓ ને બિરદાવિ હતી. આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જીલ્લાનાં સાંસદ માનનીય શારદાબેન પટેલે સ્વ. સાંકળચંદ પટેલ નાં સ્વપ્ન સુત્ર “તુ પેટે પાટા બાંધી ને પણ તારા સંતાનો ને ભણાવજે” ને સાર્થક કરવા સમાજ ને આહવાન કર્યું હતુ તેમજ નવીન એજ્યુકેશન પોલીસી માં મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મુકી ચરિત્ર નિર્માણ કરવાનું જણાવ્યુ હતું. મેઘમણી ઓર્ગેનિક લિમિટેડનાં મેનેજીંગ ડાયરેકટર શ્રી આશિષભાઈ સોપરકરે તેમનાં વક્તવ્યમા વિધાર્થી મિત્રોને વ્યક્તિત્વ ઘડતર માટે ડિટરમિનેશન, ડીસીપ્લિન અને ડેડીકેશન જેવા જીવન ઉપયોગી મૂલ્યોની જાણકારી આપી હતી.
સાંકળચંદ યુનિવર્સિટી નાં પ્રોવોસ્ટ ડૉ. વી.કે. શ્રીવાસ્તવે પોતાના ઉદબોધનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિશેષ ઉપલબ્ધીઓ જેમ કે એસ.એસ.આઈ.પી સેલ, ઈન્ટરનેશનલ MOU, રિસર્ચ પોલિસિ, મેડીકલ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ લેબ, ઇન્ટરનેશનલ અને ફેકલ્ટી એક્ષચેન્જ પ્રોગ્રામ, આઈ હબ, વિગેરેની વિગતવાર માહિતી આપી હતી.
યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે ઉચ્ચ અભ્યાસક્રમ બાદ પદવી પ્રાપ્ત કરેલ સર્વે વિધાર્થી મિત્રો ને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃ કરણપૂર્વક શુભેચ્છા ઓ પાઠવી હતી. વધુમાં, યુનિવર્સિટીનાં ધ્યેય સૂત્ર “અથાતો જ્ઞાન જિજ્ઞાસા” ને સાર્થક કરવા યુનિવર્સિટીના ફેકલ્ટી અને વિદ્યાર્થી મિત્રો દ્વારા મેળવેલ સફળતા જેમકે ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ, NABL અને ICMR માન્ય કોવિડ લેબ, રિસર્ચ પ્રોજેકટ, વિગેરે પર સવિશેષ પ્રકાશ પાડ્યો હતો. વિશેષ જણાવતા કહ્યું હતું કે કેમ્પસ ખાતે કાર્યરત મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નો સમગ્ર ઉત્તર ગુજરાત ને બહોળો લાભ મળી રહેશે તથા ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સુપર કોમ્પ્યુટર ની ફાળવણી બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજના આ શુભ દિવસે આમંત્રિત મહેમાનો દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ અને નુતન જનરલ હોસ્પિટલ ખાતે ત્રણ વેન્ટિલેટર યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું.
સમારોહ ના અંતે યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર શ્રી આલોક કુમાર સિંઘ દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવો નો યુનિવર્સિટી વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ પ્રૉ. (ડો.) વી.કે શ્રીવાસ્તવ ના ઉત્કૃષ્ઠ માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ની સમગ્ર ટીમ દ્વારા પદવીદાન સમારોહ ના સફળ આયોજન માટે ખુબ જ ઉત્સાહ પૂર્વક મહેનત કરવામાં આવી અને કોરોના મહામારી જેવી વિપરીત પરિસ્થિતમાં પણ સરકારશ્રી ની ગાઈડ લાઇન પ્રમાણે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Watch Sankalchand Patel University 3rd Convocation on https://www.youtube.com/watch?v=AIDwuuPIiic

SPU 3rd Convocation

  • 1
    1
    2

View more photos →

 

 

Built Process