Event Description

તા. ૧૭/૦૯/૨૦૨૦ને ગુરુવારના રોજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રો.(ડૉ.) વી. કે. શ્રીવાસ્તવ, ટ્રસ્ટીશ્રીઓ, યુનિવર્સિટી સ્ટાફ તથા આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ નૂતન જનરલ હોસ્પિટલ અને વૃધ્ધાશ્રમ ખાતે ૫૦૦ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં વર્તમાન કોવિડ-૧૯ ની મહામારીમાં શહેરમાં બસ સ્ટેશન, સવાલા દરવાજા, ફતેહ દરવાજા, ત્રણ ટાવર અને નૂતન જનરલ હોસ્પિટલ ખાતે ૫૦૦૦ નાગરિકો માટે આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવેલ હતો. તેમજ વિજાપુર ખાતે ગુજરાત રાજયના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અને સતલાસણા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધારે રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ૭૦માં જ્ન્મદિનની ઉજવણી નિમિતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તા. ૧૮-૦૯-૨૦૨૦ના રોજ નૂતન જનરલ હોસ્પિટલમાં તથા તા. ૨૦-૦૯-૨૦૨૦ના રોજ ઉમતા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે.
દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેંદ્રભાઈ મોદીના ૭૦માં જ્ન્મ દિન નિમિતે વિવિધ સેવાકીય પ્રવુતિઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે સાહેબશ્રીને દિર્ધાયુ બક્ષે અને તેમનું સ્વાસ્થ્ય ત્ંદુસ્સ્ત રહે અને ભારત દેશને વિશ્વ ફલક પર પ્રગતિના પંથે લઈ જઈ ખરા અર્થમાં વિશ્વગુરુ બને તેવી શુભેસ્છા પાઠવવામાં આવેલ છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી લી. તરફથી રક્ત દાન કરનાર દરેક વ્યક્તિને આકર્ષક ભેટ આપવામાં આવેલ હતી.

  • 2
    1
    3

View more photos →

Built Process