સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ, કુવૈત વચ્ચે મેનેજમેંટ અને ડિઝાઇન ક્ષેત્રે એમ. ઓ. યુ.

સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ સ્ટડિ ઇન ગુજરાત (Government of Gujarat) અંતર્ગત બોક્સ હિલ કોલેજ કુવૈત (બીએચસીકે)ની સાથે એમ. ઓ. યુ પર હસ્તાક્ષર કર્યા. કુવૈતમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, શ્રીમતિ અંજુ શર્મા, IAS અધિકારીની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર બોક્સ હિલ કોલેજ, કુવૈતના પ્રેસિડેંટ પ્રોફેસર અલી.એસ. આરીફા અને સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) વી કે. શ્રીવાસ્તવા એ હસ્તાક્ષર કરેલ છે. સ્ટડિ ઇન ગુજરાત કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટી પણ સક્રિય ભાગીદાર છે. આ એમ. ઓ. યુ. અંતર્ગત બોક્સ હિલ કોલેજ,કુવૈત તથા સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના વિધાર્થીઓના મેનેજમેંટ અને ડિઝાઇન સંબંધિત વિષયો પર સ્ટુડન્ટ એક્ષચેન્જ અને શોધ ક્ષેત્રે આદાન પ્રદાન કરશે. જેના કારણે શિક્ષણ અને શોધ ક્ષેત્રે હરણફાર ભરશે. બોક્સ હિલ કોલેજ, ઓસ્ટ્રેલિયાના બોક્સ હિલ કોલેજનું કુવૈત સ્થિત એક્ષ્ટેંશેન કેમ્પસ છે. સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના પ્રેસિડેંટ શ્રી પ્રકાશભાઈ પટેલે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે આ એમ. ઓ. યુ. થકી ઉત્તરગુજરાત ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ અને શોધ ક્ષેત્રે ખૂબ લાભ થશે.

Blog Attachment