સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, વિસનગરમાં વિશ્વ જળ દિવસ નિમિતે “વેલ્યુઇગ વોટર” વિષય પર સેમીનાર અને વોટરની અગત્યતાને લગતા પોસ્ટર પ્રદર્શનનું આયોજન

સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, વિસનગરમાં સિવિલ ઈજનેરી વિભાગ દ્રારા તારીખ ૨૨-૦૩-૨૦૨૧ ના રોજ વિશ્વ જળ દિવસ નિમિતે “વેલ્યુઇગ વોટર” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવેલ. આ નિમિતે (૧) શ્રી એમ. ડી. પટેલ, ચેરમેન, વોટર મેનેજમેંટ ફોરમ અને ચીફ ઇજનેર & એડીશનલ સેક્રેટરી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગુજરાત સરકાર (૨) શ્રી એન. બી. પટેલ, રિટાયર્ડ અધિક્ષક ઇજનેર, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગુજરાત સરકાર (3) ડૉ. ડી.જે.શાહ, ડાયરેકટર ટેકનિકલ કૉર્સિસ અને પ્રિન્સિપાલ, સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, વિસનગર(૪) શ્રી વિજયભાઈ સોલંકી, ડેપ્યુટી ડાયરેકટર, વોટર મેનેજમેંટ ફોરમ, અમદાવાદ (૫) શ્રી એ. એમ. પ્રભાકર, પ્રિન્સિપાલ, ગુજરાત પાવર એન્જિનિયરિંગ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, મેવડ વિગેરે વિષય નિષ્ણાત દ્રારા પાણીની અગત્યતા બાબતે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ નિમિતે સંસ્થાના પ્રોફેસર અને ૯૧ જેટલા વિધાર્થીઓએ સેમિનારમાં હાજરી આપેલ હતી. સેમિનાર દરમ્યાન સરકારશ્રીની કોરોના અંગેની ગાઈડલાઇનનું પુરતુ ધ્યાન રાખવામાં આવેલ. તદઉપરાંત, વોટર મેનેજમેંટ ફોરમ, અમદાવાદ દ્રારા વોટરની અગત્યતા દર્શાવતા પ્રદર્શનનું સમાંતર આયોજન કરેલ હતું જેનો લાભ પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓએ લીધેલ હતો. આ સેમિનાર માટે કલાઇમેટ ચેન્જ ડિપાર્ટમેંટ, ગુજરાત સરકાર, ગાંધીનગર અને વોટર મેનેજમેંટ ફોરમ, અમદાવાદ દ્રારા જરૂરી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ સેમિનારને સફળ બનાવવા અંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા ડાયરેકટર ટેકનિકલ કૉર્સિસ અને પ્રિન્સિપાલ ડૉ. ડી.જે.શાહ પાસેથી માર્ગદર્શન તથા જરૂરી સહયોગ પ્રાપ્ત થયેલ. આ સેમિનારને સફળ બનાવવા પ્રોફેસર વાય.એસ.પટેલ (કો-ઓડિનેટર), પ્રોફેસર પી.એમ.જોષી (કો-કોઓડિનેટર) તથા અન્ય સ્ટાફ મેમ્બર દ્રારા જહેમત ઉઠાવેલ હતી.
ડો. ડી. જે. શાહ પ્રિન્સિપાલ

Leave a Reply