સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબ્લિટી (CSR) અંતર્ગત ફંડ મળ્યું

ઉત્તર ગુજરાતની મેડિકલ, પેરામેડિકલ અને ટેક્નિકલ ક્ષેત્રે શિક્ષણ આપતી અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવાઓ પૂરી પાડતી એક માત્ર સોશિયલ રિસ્પોંસિબલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ને વિસનગરની નામાંકિત કંપની “એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેંટ્સ પ્રા.લી.” તરફથી “કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબ્લિટી (CSR)” અંતર્ગત રૂ. ૫.૨૧ લાખનું ફંડ આપવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેંટ્સ પ્રા. લી. ના સ્થાપક શ્રી પરિમલભાઈ પટેલ ના હસ્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલને રૂ. ૫.૨૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલે એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેંટ્સ પ્રા. લી. ના સ્થાપક શ્રી પરિમલભાઈ પટેલ અને શ્રી અજિતભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે આ ફંડ નો ઉપયોગ સોસિયલ અને વેલ્ફેર પ્રવૃત્તિ અંતર્ગત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો માટે કરવામાં આવશે.

Leave a Reply