સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા યુનિવર્સિટીના પાંચમા સ્થાપના દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પાંચમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૦૯-૦૫-૨૦૨૧ના રોજ વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારીદરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ તથા Covid 19 ની ગાઈડલાઈનનુંસંપૂર્ણ પાલન થાય તે રીતે ઓનલાઇન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે યુનિવર્સિટી કેમ્પસમાં ઉપપ્રમુખશ્રી સી.એમ.પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કર્મવીર સ્વર્ગસ્થ સાંકળચંદ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી યુનિવર્સિટીમાં ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. યુનિવર્સિટી સ્થાપના દિવસની ઉજવણીમાં ઓનલાઈન ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાઅટલાદરામાં સેવા આપી રહેલ પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થયો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટડૉ.જે આર પટેલ તેમની વેલકમ સ્પીચમાં યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ રિસર્ચ પ્રોજેક્ટ, એસ.એસ.આઈ.પી ગ્રાન્ટ, નેશનલ ઇન્ટરનેશનલ એમઓયુ સ્ટુડન્ટ એન્ડ ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ અને સ્પેશિયલ એચિવમેન્ટ ની વિગતવાર માહિતી પૂરી પાડી હતી વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે અને અભ્યાસ દરમ્યાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટી સતત કાર્યરત છે અને આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં પગલાં લેવા કટિબદ્ધ છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે કર્મવીર સ્વર્ગસ્થ સાંકળચંદ દાદાને યાદ કરતાં જણાવ્યું હતું કે માત્ર પાંચ વર્ષના ટૂંકા સમયગાળામાં દાદાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે યુનિવર્સિટીએ શૈક્ષણિક,સામાજિક અને રિસર્ચ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. પ્રેસિડેન્ટ સાહેબે કોરોના મહામારી અને કટોકટી સમયે છેલ્લા ઘણાં સમયથી ૨૪ કલાક કાર્યરત તેવી નૂતન જનરલ હોસ્પિટલની ઉપલબ્ધિઓ જેમ કે NABL સર્ટિફાઇડ ટેસ્ટીંગ લેબોરેટરી, RTPCR ટેસ્ટિંગ, વેન્ટિલેટર ICU બેડ, ઓક્સિજન પ્લાન્ટ, હોમ કેડ ટ્રીટમેન્ટ જેવી અનેકવિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડી હતી. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાંવિદ્યાર્થીઓને જણાવ્યું હતું કેકોવિડના આ કપરા સમયમાં કઈ રીતે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી સતત આપણાથી બનતા પ્રયત્નો ચાલુ રાખી સમય અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીજીવનનો વિકાસ કરવો. તેમજ બધાજ શ્રોતાઓને આ કપરા સમયમાં પોતાનાથી બનતી મદદ કરી લોકોના દૂ:ખ હળવા કરવા તેમણે હાકલ કરી હતી. તેમજ પોઝેટીવ રહી ગમે તેવી પરિસ્થિતીમાં પણ હું ઊભો નહિ રહું એ દ્રષ્ટિકોણ કેળવવા બધાને પ્રેર્યા હતા. આ ઉપરાંત તેમણે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેમજ પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલના કોવિડના સમયના વિવિધ હાથ ધરેલ સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા. યુનિવર્સિટીના પરીક્ષા નિયામકશ્રીપ્રોફે. એમ. આર. પટેલ ઊપસ્થિત મહેમાનશ્રીઓ તથા ટ્રસ્ટી મંડળ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ નીપૂર્ણાહુતી કરી હતી. ઓનલાઇન કાર્યક્રમ પાંચ હજારથી વધુ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વવિદ્યાર્થીઓ અનેનાગરિકોએ લાભ લીધો હતો. યુનિવર્સિટી સ્થાપના દિવસની ઉજવણીની સફળતા બદલ પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ અને રજીસ્ટ્રારડૉ. રેખાબેનસાવનાની મેડમે સમગ્ર યુનિવર્સિટી પરિવારનેશુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply