વિસનગરની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા સંલગ્ન વિષયો જેવા કે બીગ ડેટા, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, Java પ્રોગ્રામિંગ અને C પ્રોગ્રામિંગ ઉપર પાંચ દિવસીય “નિષ્ણાત વ્યાખ્યાન શ્રેણી” નુ આયોજન કરવામાં આવ્યુ હતુ .જેમાં ૧૭૧ જેટલા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સંલગ્ન ડિપ્લોમા વિદ્યાશાખાના ડિગ્રી એન્જિનિયરિંગ માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૦૫ વિષય નિષ્ણાતોએ ૦૫ વિભાગો માં અલગ-અલગ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિષય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને કારકિર્દી ને લગતા અન્ય પ્રશ્નો નુ પણ નિરાકરણ પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિદ્યાશાખાના વડા શ્રી ડૉ. કિરીટ જે મોદી, મુખ્ય સંયોજક મદદનીશ પ્રોફે. દર્શન. કે.પટેલ નું યોગદાન રહ્યું હતું. કાર્યક્રમ ના સફળ આયોજન માટે નુ માર્ગદર્શન યુનિવર્સિટી પ્રમુખ માનનીય શ્રી. પ્રકાશભાઈ એસ. પટેલ, પ્રોવોસ્ટ માનનીય શ્રી પ્રોફે. (ડૉ.) જે. આર. પટેલ અને ટેકનિકલ કોર્સિસ ના નિર્દેશક માનનીય શ્રી પ્રોફે. (ડૉ.) ડી. જે. શાહ એ પૂરું પાડ્યું હતું.