સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, વિસનગરને ટાઈમ્સ ન્યુઝપેપર દ્વારા અપાયેલ રેન્કીંગમાં સમગ્ર ગુજરાતમાં પાંચમું સ્થાન મેળવી શૈક્ષણિક ગુણવત્તા સ્થાપિત કરી

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ હંમેશા ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં સતત પ્રયત્નશીલ રહે છે. દેશના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” દ્વારા સમગ્ર દેશની તમામ એન્જીનીયરીંગ કોલેજની શૈક્ષણિક ગુણવત્તા તથા અન્ય સંબંધિત પરિમાણના આધારે “ટાઈમ્સ એન્જીનીયરીંગ ઈન્સ્ટીટ્યુટ રેન્કીંગ સર્વે 2021” અંતર્ગત રેન્કીંગ આપવામાં આવેલ છે જેમાં ઉત્તર ગુજરાતની અગ્રગણ્ય સંસ્થા સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાંચમું સ્થાન મેળવી ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે પોતાની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરેલ છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રમાં તાજેતરમાં કરાયેલ GSIRF રેન્કીંગમાં પણ ત્રણ સ્ટાર મેળવી ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંસ્થા દ્વારા ટાઈમ્સ રેન્કીંગમાં સ્થાન મેળવવા બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલ, રજીસ્ટ્રાર ડૉ. રેખા સાવનાની દ્વારા ડાયરેક્ટર-ટેકનીકલ કોર્ષિસ તથા સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. ડી. જે. શાહ તથા સ્ટાફને હાર્દિક અભિનંદન આપી ગૌરવની લાગણી વ્યક્ત કરેલ છે.

Leave a Reply