સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘બેબી કેર ઓન વેન્ટિલેટર’ વિષય પર વેબિનાર યોજાયો

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ 'બેબી કેર ઓન વેન્ટિલેટર' વિષય પર માહિતી પુરી પાડવા વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનાર ના મુખ્ય મહેમાન તરીકે મીસ. રેષા પી એક્સ. એમ એસ સી(ઓ.બી.જી), ઇન્ચાર્જ નર્સ ,મિનિસ્ટ્રી ઓફ હેલ્થ સરજા, યુ એ ઈ થી જોડાયા હતા.વેબિનારમાં ફેસબુક ના માધ્યમ થી 300 થી પણ વધારે વિધાર્થી મિત્રો એ લાભ લીધો હતો. મીસ. રેષા પી.એસ મેડમે તેમના વાકયવમાં 'વેન્ટિલેટર પર રહેલા બાળકોની સારવાર કેવી રીતે કરવી તે વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. વેબિનારના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ તથા રજીસ્ટર ડૉ. રેખા સવનાની મેડમે નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. શિવ સુબ્રમણિયન અને ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ ડિપાર્ટમેન્ટને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply