સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

તારીખ ૫ જૂન વર્લ્ડ એન્વાયર મેન્ટ ડે (વિશ્વ પર્યાવરણદિવસ) ની ઉજવણીના ભાગરૂપે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે વૃક્ષારોપણ, ઓનલાઇનવેબિનાર, સ્ટુડન્ટ અવેરનેસ કોમ્પીટેશન જેવી કે પોસ્ટર, એસે રાઈટીંગ અને ડ્રૉઇંગ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજનકરવામાં આવ્યું હતું. આજે જયારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીમાં આપણને પરોક્ષરીતે ઓક્સિજનનું મહત્વ સમજાઈ રહ્યું છે, તે સમયે ઓક્સિજન સમૃદ્ધ તેવા તુલસી, પીપળો, લીમડો, અલોવેરા, સપ્તપર્ણી, અરડૂસી જેવા અનેક વિવિધ ઔષધીય અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિને સમર્પણ કર્યા હતા. વર્ષ૨૦૨૧માટેની વિશ્વ પર્યાવરણ દિવસથી મઇકોસિસ્ટમ રિસ્ટોરેશન રાખવામાં આવી છે, જે રણપ્રદેશ ને ફળદ્રુપ જમીનમાં પરિવર્તિત કરવાનીપ્રક્રીયા અને જમીન તથાપાણીના ચક્રને પુનઃસ્થાપિત કરવાની એક વૈજ્ઞાનિકપ્રક્રિયાછે. ઓનલાઇન વેબિનારમાં ચીલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરનાકુલપતિ ડો.હર્ષદભાઈ શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જે ઓ એ વિષયને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું જેમને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે આપણી અસંવેદના પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી, અનંતઆદીકાળથી ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો, નદી , પર્વતો જેવા પ્રાકૃતિક સંસાધનોની મહત્તા દર્શાવામાં આવી છે જે નું સંવર્ધન અને શુદ્ધિકરણ કરી જતન કરવા સર્વેને અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ સાહેબે જણાવ્યું હતું કે ભારત દેશવિશ્વના બીજાનંબરનો ઇકોસિસ્ટમ સ્ટાર્ટઅપ દેશ છે અને 50000 કરતાવધારેઔષધીય વનસ્પતિનું ઉત્પાદન કરવામાં આવે છે જે આપના માટે ગૌરવની બાબત છે. સાહેબે યુનિવર્સિટીના વિધાર્થી મિત્રોને પર્યાવરણની જાણવણી કરી પ્રકૃતિને સમૃદ્ધ બનાવવા વિનંતી કરી હતી. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ.રેખા સાવનાની મેડમે પર્યાવરણ દિવસની ઉજવણી બદલ પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સંયોજક, ડૉ. હિતેષભાઇ મેહતા, સ્ટુડન્ટ ડીન ડૉ.હીરક જોશી તથા ઓનલાઇન કૉમ્પીટેશનમાં સહભાગી થયેલ દરેક વિધાર્થી મિત્રોને સહ હૃદય આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વ પર્યાવરણ ઉજવણી ઉપક્રમે યોજવેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળનાવાઇસ ચેરમેન શ્રી સી. એમ. પટેલ તથા ટ્રસ્ટી મંડળની સવિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલ, રજિસ્ટ્રાર ડૉ. રેખા સાવનાની, ટેક્નિકલ ડિરેક્ટર ડૉ. ડી.જે.શાહ નૂતન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજેશ પટેલ સાહેબે વિશ્વપર્યાવરણ દિવસે નૂતન સ્કૂલના પ્રાગણમાં વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમમાં યુનિવર્સિટીના એન.એસ.એસ ના સ્વયંસેવક મિત્રો એ સક્રિય ફાળો આપ્યો હતો.પર્યાવરણ દિનની ઉત્સાહ ભેર ઉજવણીબદલ સાંકળચંદપટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ સાહેબે તથા ટ્રસ્ટી મંડળે યુનિવર્સિટી પરિવાર, વિધાર્થી મિત્રો અને એન. એસ. એસ. સ્વયં સેવકોને શુભેચ્છા પાઠવી હતી

Leave a Reply