આધુનિક વિશ્વમાં જયાં સંશોધન અને ટેકનોલોજીનો જે રીતે વિકાસ સતત વધી રહયો છે તે જોતા બિઝનેસમા માહિતી સંચાલન અને એનાલિસિસ ખૂબ જ મહત્વ ધરાવે છે. એક પદ્ધતિસર આયોજન અને કુશળ કટિબદ્ધતા સાથે જો માહિતીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય તો સફળતાપૂવૅક બિઝનેસનો વિકાસ વૈશ્વિક ઘોરણે આધુનિકતાના દ્વાર ખોલી શકે છે઼
આવા જ એક ઉદ્દેશ્યથી, આ જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોચી શકે એ માટે યુનિવસિૅટીના ડિપાટૅમેનટ ઓફ બિઝનેસ મેનેજમેનટ અને એસ.બી.પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેંટ દ્વારા આ ઈ-વેબિનારનુ આયોજન કરવામા આવ્યું. આ ઈ-વેબિનારમા ૩૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન હાજરી આપી,આવા માહિતીસભર વેબિનારનુ મહત્વ વધાર્યું.
અહી પ્રવક્તા તરીકે ડૉ. સમીર રોહડીયા (હેનોવર) જમૅનીથી વિષય અનુશંધાને ઓનલાઇન માહિતી પ્રદાન કરીને બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા એનાલિટિક્સ વિષયનું મહત્વ સમજાવ્યું હતું. મેનેજમેંટ ડિપાર્ટમેંટમાં અવારનવાર આવા વેબિનાર સિરિઝનુ આયોજન થતુ રહે છે. અહી ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓનું કોર્પોરેટ બાબતનુ જરૂરી ઘડતર થાય તેની ઉપર વધુ મહત્વ આપવામા આવે છે.
આ પ્રસંગે યુનિવસિૅટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ શ્રી જે.આર.પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી તથા પ્રિન્સિપાલ ડૉ. ધર્મેશ શાહ અને મેનેજમેંટ વિભાગના ડીન ડૉ. જીતેન્દ્ર શમૉ અને બી.બી.એ. વિભાગના હેડ ડૉ. જયશ્રીબેન દત્તાએ ઓનલાઈન હાજરી આપીને આ ઈ-વેબિનારની શોભા વધારી હતી.