નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટી અને સાંકળચંદ પટેલ યુનિવર્સીટી, વિસનગર ના અધિકારીઓની નવા નિયુક્ત કલેકટર મહેસાણા, શ્રી ઉદીત અગ્રવાલ ની શુભેચ્છા મીટીંગ.
તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર માંથી મહેસાણા જીલ્લા કલેકટર, તરીકેનો ચાર્જ શ્રી ઉદીત અગ્રવાલે સંભાળ્યો છે.
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના મંત્રીશ્રી મહેન્દ્રભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી, વિસનગર ના પ્રોવોસ્ટ ડૉ. જે.આર.પટેલ, રજીસ્ટ્રારશ્રી ડૉ. રેખા સાવનાની, ટેકનીકલ કોર્ષના ડાયરેક્ટર ડૉ. ડી.જે શાહ નૂતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર સંચાલિત નૂતન મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડૉ. પંકજ નિમ્બારકર અને મેડીકલ ઓફિસર ડૉ. તેજસ પટેલ કલેકટરની રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના મંત્રીશ્રી મહેન્દ્રભાઈ અને યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ.જે.આર.પટેલે તેમના નવા પદ પર તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.