ગુજરાત રાજ્ય તેમજ મહેસાણા જિલ્લાના વિકાસમાં અમુલ્ય યોગદાન આપનાર ગુજરાતના લોકલાડીલા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના ના ૬૬માં જન્મદિવસ નિમિતે નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે તા-૨૨ -૦૬-૨૦૨૧ના રોજ સવારે ૮:00 થી ૧:૩૦ સુધી બ્લડડોનેશન કેમ્પ અને દર્દીઓને ફ્રૂટવિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ડૉ.વાય.ટી.પટેલ દ્વારા રક્તદાતાઓને આકર્ષિત ભેટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેસાણા જીલ્લાના માનનીય સાંસદ શારદાબેન પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ વિસનગર શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીમતી આશાબેન પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સી.એમ પટેલ, ડૉ.એલ.કે.પટેલ, સંસ્થાના તમામ ટ્રસ્ટીગણ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પોવોસ્ટ ડૉ. જે.આર.પટેલ, રજીસ્ટાર શ્રી રેખાબેન સાવનાની તથા તમામ સંસ્થાના વડાશ્રીઓ, મેડિકલ કોલેજના ડીનશ્રી ભરતભાઈ શાહ , સુપ્રિ. ડો. પંકજ નિમ્બાલકર RMO ડો. તેજષપટેલ વગેરે કાર્યક્રમમાં હાજર રહી દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ હતી. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતાં ૧૫૧થી પણ વધુ વ્યક્તિઓએ બોટલ ડોનેટ કરેલ હતું. જેમાં કુશમોદી અને NSS ટીમ દ્વારા વોલન્ટીયર તરીકે સેવાઓ આપવામાં આવેલ.
આ કાર્યક્રમ દ્વારા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલને જન્મદિવસ નિમિતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નૂતન મેડિકલ કોલેજ અને નૂતન જનરલ હોસ્પિટલના પરિવારે અંત:કરણપૂર્વક શુભેરછા પાઠવેલ તેમજ નુતન મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટરની સ્થાપના અને તેના સર્વાંગી વિકાસ ના પથદર્શક બની સમગ્ર ગુજરાતનાં આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં અમુલ્ય યોગદાન આપવા બદલ સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલ અને ટ્રસ્ટી ગણ દવારા ખાસ હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમનું આરોગ્ય સારું જળવાઈ રહે અને તેમના થકી થઈ રહેલા વિકાસના સુંદર કાર્યક્રમો અને પ્રયત્નો દ્વારા ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તેવી શુભકામનાઓ પાઠવી છે.