સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજ દ્વારા કૉડ ઑફ ઈથિક્સ એન્ડ પ્રોફેશનલ કન્ડક્ટ ની માહિતી પુરી પાડવા વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનાર ના મુખ્ય મહેમાન તરીકે વી.એસ.હોસ્પિટલ અમદાવાદ ના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી મીરાબેન પટેલ ઓનલાઇન જોડાયા હતા. વેબિનાર માં ફેસબુક ના માધ્યમ થી ૧૫૦ થી પણ વધારે વિધાર્થી મિત્રો એ લાભ લીધો હતો. શ્રીમતી મીરાબેન પટેલ મેડમે તેમના વાકયવ માં 'નર્સના નૈતિક મૂલ્યો' વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી.
વેબિનાર ના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ તથા રજીસ્ટર ડૉ. રેખા સવનાની મેડમે નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. શિવ સુબ્રમણિયન અને મેડિકલ સર્જીકલ નર્સિંગ ડિપાર્ટમેન્ટ ને શુભેચ્છા પાઠવી હતી.