ઉત્તર ગુજરાતમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ માં વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ નવીનતમ “એપલ ડિઝાઇન લેબોરેટરી” ની સ્થાપના

વિસનગરની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા "એપલ ડિઝાઇન લેબોરેટરી " ની સ્થાપના કરવામાં આવી છે. દુનિયાભરમાં દિવસે ને દિવસે એપલ મોબાઈલ ની માંગ વધતા iOS એપ્લિકેશન ની માંગ વધી રહી છે. એવામાં વિદ્યાર્થીના અદ્યતન અભ્યાસ માટે આ લેબોરેટરી ની સ્થાપના કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવી છે. આ લેબોરેટરી આશરે 15,00,000/- રૂપિયા ના ખર્ચે અદ્યતન ટેકનોલોજી ના એપલ કમ્પ્યુટર સિસ્ટમ iPhone, iPad તથા જરૂરી તમામ સાધનો સાથે બનાવવામાં આવી છે. આ લેબ દ્વારા વિદ્યાર્થીઓ એપલની મોબાઈલ ટેકનોલોજી શીખીને iOS સિસ્ટમ માં ઉપયોગ થઇ શકે તેવી એપ્લિકેશન બનાવી શકશે. હાલમાં આ ટેકનોલોજી તથા iOS માટે કારકિર્દીની ઉજ્જવળ તકો પ્રાપ્ય છે, જે આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખુબ મદદરૂપ થશે અને તેઓ આ ક્ષેત્રમાં કારકિર્દીના નવા સોપાનો સર કરી શકશે. આ અદ્યતન સગવડ નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તેમના નવીનતમ વિચારો સાથે રિસર્ચ અને પ્રોજેક્ટ વર્ક કરી શકશે. આ લેબોરેટરી વિદ્યાર્થીઓને 'આજની ડિજિટલ વર્લ્ડ' ચલાવનારા iPhone અને iPad માટેની એપ્લિકેશન વિકસાવવા માટે તેમની સર્જનાત્મક કુશળતાને પોષવામાં સક્ષમ બનશે તેમજ ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં પણ જરૂરી સહાય પુરી પાડશે. આ લેબોરેટરી ની સ્થાપના માટે ની મદદ અને માર્ગદર્શન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રમુખ માનનીય શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ, ટેકનિકલ કોર્સ ના નિર્દેશક માનનીય શ્રી પ્રોફે. (ડૉ.) ડી. જે. શાહ અને કમ્પ્યુટર તથા આઈ. ટી. વિભાગના વડા શ્રી કિરીટ જે. મોદી એ પૂરું પડ્યું હતું. આ લેબોરેટરીના ટેકનિકલ સંયોજક મદદનીશ પ્રોફે. પાર્થ કુમાર જી. પ્રજાપતિ નો મોટો ફાળો રહ્યો હતો.

Leave a Reply