સંIકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ફાઇનાન્સિયલ ટેકનોલોજી વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો વેબિનાર યોજાયો

આ વૈશ્વિક ડિજિટલ સમયમાં ફાઇનાન્સિયલ ટેક્નોલોજીએ નાણાકીય સેવા ક્ષેત્રે નવીનતમ સુવિધાઓ દ્વારા લોકોની જીવનશૈલીને ખરેખર બદલી નાખી છે. ફાઇનાન્સિયલ અને સર્વિસ સેક્ટર ક્ષેત્રે સેવાઓમાં નવી તકનીકમાં પરિવર્તન સાથે આપણું કાર્ય જીવન ખૂબજ સરળ બન્યું છે. આ પ્રગતિશીલ વિશ્વમાં આપણે બધાએ આવી જાગૃતિ લાવવી જરૂરી છે. આ મહત્ત્વના ઉદ્દેશ્ય સાથે આ યુનિવર્સિટીએ 21 જૂન, 2021 ના રોજ ફિનટેક: વિકાસ અને સેવા ક્ષેત્રે તકોની રજૂઆત માટે રાષ્ટ્રીય કક્ષાનI વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનારમાં 250 થી વધુ વિવિધ મેનેજમેંટ એન્ડ એન્જિનિરીંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને આવા વેબિનારનું મહત્વ વધાર્યું હતું. આ વેબિનારના પ્રવક્તાના ભાગ રૂપે, ડો નેહા પરાશર (IBS બિઝનેસ સ્કૂલ, પુને) એ ભારતીય નાણા અને સેવા ક્ષેત્રે વૃદ્ધિની સંભાવના સાથે ભારતમાં ફાઇનાન્સિયલ ટેક્નોલોજી ઉદ્યોગ વિશેની ફળદાયી માહિતી આપી હતી. આ યુનિવર્સિટીમાં, તેમની કારકિર્દીની તકો માટે મેનેજમેન્ટ તથા એન્જિનિરીંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓના વિકાસ માટે વારંવાર આવા પ્રકારના વેબિનાર્સનું આયોજન કરવામાં આવે છે. મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ, સંIકળચંદ પટેલ કોલેજ એન્જિનિયરિંગ, વિદ્યાર્થીઓને આવું જ્ઞાન સંપાદન કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ હેતુસભર વેબિનાર માટે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે તથા પ્રોવોસ્ટ ડો. જે .આર . પટેલે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી . અહીં, ડો. ડી.જે. શાહ (આચાર્ય અને નિયામક, તકનીકી અભ્યાસક્રમો), SPCE. દ્વારા વર્ચ્યુઅલ હાજરી આપીને ખરેખર આ વેબિનારને રસપ્રદ બનાવ્યો હતો. મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના ડીન ડો.જીતેન્દ્ર શર્માએ આ વેબિનારમાં ઉપયોગી માહિતી પ્રદાન કરવા બદલ પ્રવક્તાને અભિવાદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply