દર વર્ષે ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે.વધતી જતી વસ્તી ના મુદ્દે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજ દ્વારા મહેસાણા જિલ્લાના કંસારાકુઈ ગામ ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી. મુખ્ય મહેમાન તરીકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. જે.આર.પટેલ સાહેબ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંસારાકુઈના મેડિકલ ઑફિસર ડૉ.આર.ડી.પટેલ સાહેબ, નૂતન નર્સિંગ કોલેજના આચાર્યશ્રી ડૉ. શીવા સુબ્રમણિયન સાહેબ, ભૂતપૂર્વ આચાર્યશ્રી ગોપાલભાઈ પટેલ સાહેબ તથા સરપંચ શ્રી અંબાલાલ પટેલ સાહેબે હાજરી આપી હતી. જેમા નૂતન નર્સિંગ કોલેજના કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ડિપાર્ટમેન્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા એક્સીબીશનનુ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગ્રામજનોને વસ્તી નિયંત્રણ, વસ્તી વધારાના ગેરફાયદા તેમજ કુટુંબ નિયોજનને લગતી તમામ માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ તથા રજીસ્ટર ડૉ. રેખા સાવનાની મેડમે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શીવા સુબ્રમણિયન અને પ્રોગ્રામ કન્વીનર હેતલ પટેલ અને અંકિત પટેલ, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ડિપાર્ટમેન્ટને શુભેચ્છા પાઠવી હતી.