સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજ દ્વારા રાષ્ટ્રિય કક્ષાએ ઑટિઝમ વિષયની માહિતી પુરી પાડવા વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનાર ના મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન.પી.થિરુનાલંગા પાંડિઆન ,આસિસ્ટન્ટ પ્રોફેસર, મદૂરાઇ મેડિકલ કોલેજ,તમિલનાડુથી જોડાયા હતા. વેબિનારમાં ફેસબુક ના માધ્યમ થી આશરે ૨૦૦ જેટલા વિધાર્થી મિત્રો એ લાભ લીધો હતો. શ્રીમાન.પી.થિરુનાલંગા પાંડિઆન સાહેબએ તેમના વાકયવમાં ‘ઓટીઝમ'-જે બાળકોમાં જોવા મળતી એક માનસિક બીમારી છે,તેના વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી.
વેબિનારના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ તથા રજીસ્ટર ડૉ. રેખા સવનાની મેડમે નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. શિવા સુબ્રમણિયન અને ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ ડિપાર્ટમેન્ટને શુભેચ્છા પાઠવી હતી.