સાંકળચંદ પટેલ યુનિવર્સીટી સંલગ્ન નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, વિસનગર ખાતે External Affairs Committee, સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના સહયોગથી તારીખ ૧૫/૦૬/૨૦૨૧ ના રોજ આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

આયોજીત આંતરરાષ્ટ્રીય વેબિનારના મુખ્ય વક્તા તરીકે એબરડીન યુનિવર્સીટી (યુ.કે)ના પ્રોફેસર ડૉ.જ્યોર્જ ચેરૂકારાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડૉ.જ્યોર્જ ચેરૂકારાએ પોતાના જ્ઞાનવર્ધક વક્તવ્ય દ્વારા “મેનેજમેન્ટ ઓફ ટૂથ સરફેસ લોસ” વિષય ઉપર પ્રકાશ પૂરો પાડ્યો હતો. આયોજીત આંતરરાષ્ટ્રીય વેબિનારનો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૩૩ રજીસ્ટ્રેશન સાથે વિધાર્થી, ફેકલ્ટી મેમ્બરસ, તેમજ ડેન્ટલ પ્રેકટીશનરોએ ઊત્સાહભેર લાભ લીધો હતો. સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ તેમજ ડીન ડૉ. જે.આર.પટેલે મુખ્ય વક્તા તેમજ આયોજીત આંતરરાષ્ટ્રીય વેબિનારમાં ભાગ લીધેલ સર્વેનું અભિવાહન કર્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશ પટેલે પણ આજની કોરોનાની કપરી પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને વિધાર્થીઓના ભણતરને વધારે અસરદાયક બનાવવા માટે યુનિવર્સીટી દ્વારા અવાર-નવાર યોજાતા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વેબિનારને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ કાર્યક્રમના સફળ આયોજન બદલ ડૉ.જે.આર.પટેલ, પ્રોવોસ્ટ, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી, ડૉ.રેખાબેન સરવાણી, રજીસ્ટ્રાર, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી, ડૉ.અનિલ મનગુટ્ટી, ડીન, External Affairs, SPU, ડૉ.વિલાસ પટેલ, એસોસિએટ ડીન, ડેન્ટલ કોલેજ, પ્રોગ્રામ ના coordinator ડૉ સરીન દુસેજા તેમજ સમગ્ર આયોજન સમિતિને અભિનંદન પાઠવ્યા હતા અને ડૉ.જ્યોર્જ ચેરૂકારા તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply