સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે બે દિવસીય નેશનલ લેવલના ઇ-સેમિનાર પ્રોગ્રામનું આયોજન

વર્તમાન સમયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સની ઉપયોગિતા વિષે માહિતી તથા માર્ગદર્શન અપાયું.

સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે તારીખ ૨૫-૦3-૨૦૨૧ અને ૨૬-૦૩-૨૦૨૧ ના રોજ ગુજકોસ્ટના સહયોગથી આર્ટિફિશીય ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સમાં વર્તમાન પ્રવાહો અને સંશોધન વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ઇ-સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ICT, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ વિભાગના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં 0૬ વિષય નિષ્ણાતોએ અલગ અલગ સેશન્સમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સના વર્તમાન પ્રવાહો અને સંશોધન વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કન્વીનર શ્રી ડૉ. અંકુર સક્સેના, કો-ઓર્ડીનેટર પ્રોફે. વિશ્વાસ શર્મા, કો-કોઓર્ડીનેટર પ્રોફે. રવિ આર. પટેલ નું યોગદાન રહયું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ, પ્રોવોસ્ટ શ્રી પ્રોફે.(ડો.) વી. કે. શ્રીવાસ્તવ અને ટેકનિકલ કોર્સિસના નિર્દેશક શ્રી પ્રોફે. (ડો.) ડી. જે. શાહ એ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
પ્રોફે. વિશ્વાસ શર્મા, કો-ઓર્ડીનેટર
ડૉ. અંકુર સકસેના, HOD, ICT
(ડૉ. ડી. જે. શાહ), પ્રિન્સીપાલ

Leave a Reply