વિસનગરની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા “ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરવાનું મહત્વ” સમજાવતો એક દિવસીય નિષ્ણાત વ્યાખ્યાન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ .જેમાં ૫૦ જેટલા વિવિધ ડિપ્લોમા વિદ્યાશાખાના ડિગ્રી એન્જિનિયરિંગ માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદપોલિટેક્નિક કોલેજ ના વ્યાખ્યાતા શ્રી સંજય સોની એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા વિદ્યાર્થીઓને કારકિર્દી ને લગતા અન્ય પ્રશ્નો નુ પણ નિરાકરણ કર્યું હતું.
કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિદ્યાશાખાના વડા શ્રી ડૉ. કિરીટ જે મોદી, મુખ્ય સંયોજક મદદનીશ પ્રોફે. રૂપલ ચૌધરી, મદદનીશ પ્રોફે. હિરલ પટેલ તથા મદદનીશ પ્રોફે. ગોવિંદ પટેલ નું યોગદાન રહ્યું હતું. કાર્યક્રમ ના સફળ આયોજન માટે નુ માર્ગદર્શન યુનિવર્સિટી પ્રમુખ માનનીય શ્રી. પ્રકાશભાઈ એસ. પટેલ, પ્રોવોસ્ટ માનનીય શ્રી પ્રોફે. (ડૉ.) જે. આર. પટેલ અને ટેકનિકલ કોર્સિસ ના નિર્દેશક માનનીય શ્રી પ્રોફે. (ડૉ.) ડી. જે. શાહ એ પૂરું પાડ્યું હતું.