સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળએ મહેસાણા જીલ્લાના ક્લેક્ટરશ્રી એચ. કે. પટેલ. સાહેબની બઢતી બદલ શુભેચ્છા પાઠવી

આપણા મહેસાણા જીલ્લાના ક્લેક્ટરશ્રી એચ. કે. પટેલની તાજેતરમાં બઢતી થતાં તેઓ પુરવઠા વિભાગમાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે પસંદગી પામેલ છે. નૂતન ટ્રસ્ટના વાઇસ ચેરમેનશ્રી ચંદ્રકાન્તભાઈ એમ. પટેલ, મંત્રીશ્રી મહેન્દ્રભાઇ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. જે. આર. પટેલ, રજીસ્ટ્રાર ડો. રેખા સાવનાની, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ડીન ડો ભરતભાઇ શાહ અને નૂતન જનરલ હોસ્પિટલના સુપ્રિટેનડન્ટ ડો. પંકજભાઈ નિમ્બારકરે ક્લેક્ટરશ્રીની રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી. ડો. એચ. કે. પટેલે પણ ભાવભીનું અભિવાદન કરતા જણાવ્યુ હતું કે નૂતન મેડીકલ કોલેજ તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ કોવીડ -૧૯ના કપરા કાળમાં જે રીતે સરકારીતંત્ર સાથે કટોકટી સમયે ખભા થી ખભો મિલાવી જે સહકાર આપ્યો હતો તે અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે છેલ્લા દોઢેક વર્ષથી તેમણે સરકારીતંત્રને ખાસ કરીને મેડીકલ ક્ષેત્રને કામે લગાડ્યું હતું. દિવસ રાત જોયા વગર તંત્ર અને બધા પદાધિકારીઓ ઘણા પ્રયત્નો કરીને કોરોનાની મહામારી સામે લોકોને રક્ષણ આપવાની જ્વાબદારી લીધી હતી તથા સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એમાં નૂતન જનરલ હોસ્પિટલ તેમની સાથે આ સેવકાર્યમાં સતત જોડાયેલા રહી સરકારશ્રીનું કાર્ય હળવું કરવામાં મદદ કરી છે તથા પુર્ણ સહભાગી થયેલ છે, તેમણે તે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલ, મેડીકલ કોલેજના ડીન ડો ભરતભાઇ અને ડો પંકજભાઈ નિમ્બારકરનો આભાર વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટીના વાઇસ ચેરમેનશ્રી ચંદ્રકાન્તભાઈ એમ. પટેલ તથા સેક્રેટરીશ્રી મહેન્દ્રભાઇ પટેલે ક્લેક્ટર સાહેબને તેમની બઢતી માટે તેમજ નવા પદ પર તેમની ઉત્તરોઉત્તર પ્રગતિ થાય અને હંમેશ મુજબ સમાજ કાર્યમાં કાર્યરત રહેલ એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply