સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ માટે રૂ. ૨૪,૦૦,૦૦૦/- લાખનું અનુદાન

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અંતર્ગત નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પીટલમાં નિષ્ણાત તબીબો મારફતે અત્યાધુનિક સાધનો ધ્વારા દર્દીઓને ખૂબ જ રાહતદરે ઉચ્ચકોટિની સારવાર આપવામાં આવી રહી છે. નૂતન જનરલ હોસ્પિટલને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ ખરીદવા શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ, કડા મુ. કડા, તા. વિસનગર તરફથી રૂ. ૧૪,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ચૌદ લાખ પૂરા) તેમજ રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ વિસનગર તરફથી રૂ. ૧૦,00,000/- (અંકે રૂપિયા દસ લાખ પૂરા) નું આર્થિક યોગદાન આપવા આવેલ છે જે ખુબજ સરાહનીય બાબત છે. આ તબક્કે નૂતન સર્વ વિધયાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ તેમજ ટ્રસ્ટી મંડળ વતી શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ, કડા તેમજ રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખશ્રી અને તમામ હોદ્દેદારોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. હાલના સમયમાં આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ સમગ્ર વિસનગર શહેર અને તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બની તાત્કાલિક સારવાર માટે દર્દીઓને સમયસર સપોર્ટિંગ સીસ્ટમ સાથે જરૂરી સ્થળે પહોચડાવા મદદરૂપ સાબીત થશે.

Leave a Reply