સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે તારીખ ૧૬-૦૪-૨૦૨૧ અને ૧૭-૦૪-૨૦૨૧ ના રોજ ગુજકોસ્ટના સહયોગથી ઓનલાઇન હેન્ડ્સ ઓન સેશન: MATLAB સોફ્ટવેર ટૂલ અને તેની એન્જીનીયરીંગ ફિલ્ડમાં ઉપયોગિતા વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ઇ-વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં ઇસી, ઇલેકટ્રીકેલ, આઇસીટી, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ વિભાગના ૯૦ જેટલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં 0૬ વિષય નિષ્ણાતોએ અલગ અલગ સેશન્સમાં MATLAB સોફ્ટવેર ટૂલ અને તેની એન્જીનીયરીંગ ફિલ્ડમાં ઉપયોગિતા વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પ્રોફે. નિલેષ પટેલ, કો-ઓર્ડીનેટર પ્રોફે. રવિ પટેલ, કો-કોઓર્ડીનેટર પ્રોફે. વિશ્વાસ શર્મા નું યોગદાન રહયું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ, પ્રોવોસ્ટ શ્રી પ્રોફે.(ડો.) જે.આર.પટેલ અને ટેકનિકલ કોર્સિસના નિર્દેશક શ્રી પ્રોફે. (ડો.) ડી. જે. શાહ એ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.