તારીખ ૩ જુલાઈ ૨૦૨૧ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે "Industrial Startup and SSIP for Beginners" વિષય પર ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. વેબીનારના આમંત્રિત મહેમાન અને મુખ્ય વક્તા એસ. વી. ફોઉન્ડેશનના સી.ઇ.ઓ અને કડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિષયના ડીન ડૉ. ભાવિન પંડ્યા જોડાયા હતા. તેમણે પોતાના લેકચરમાં વિધાર્થી મિત્રોને જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બની ઉદ્યોગ સાહસિક બનવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાહેબે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિધાર્થી મિત્રો ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ એન્ડ ઈંનોવેશન પોલોસી દ્વારા પોતાનામાં રહેલા કૌશલ્ય અને પ્રતિભાને પ્રકાશિત કરે અને ઉદ્યોગ જગતમાં ઇનોવેટિવ આઈડિયાનો ઉપયોગ કરી આત્મનિર્ભર બને તેના પર ભાર મુક્યો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલ સાહેબ, ટેક્નિકલ કોર્સ ડાયરેક્ટર ડૉ. ડી. જે.શાહ તથા રિસર્ચ ડીન ડો.ઉજાશ શાહે ગવર્મેન્ટની સ્કીમ, મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વેબીનારના અંતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. રેખા સાવનાનીએ ડૉ. ભાવિન પંડ્યા અને ઉપસ્થિત વિધાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. વેબીનારના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલ, રજીસ્ટ્રાર ડૉ. રેખા સાવનાની, ટેકનીકલ કોર્સ ડાયરેક્ટર ડૉ. ડી. જે. શાહ, રિસર્ચ ડૉ. ઉજાશ શાહ સાહેબે કોર્ડિંનેટર શ્રી હિરેન દવે અને ડો. હિરક જોશી તથા સમગ્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.