સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંલગ્ન નુતન ફાર્મસી કોલેજ અને ગુજરાત કોઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ તારીખ ૨ અને ૩ એપ્રિલ ના રોજ કરન્ટ ટ્રેન્ડ એન્ડસ એન્ડ ચેલેન્જીસ ઈન ફાર્માસ્યુટિકલ સાયન્સ વિષય પર ઇ-કોન્ફરન્સનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતુ. ઈ-કોન્ફરન્સ ના કી નોટ સ્પીકર તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન ના પ્રોફેસર ડૉ. કેશર રાઝા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભારત માં ફાર્માસિસ્ટ હેલ્થકેર ફિલ્ડ માં જવાબદારી અને યોગ્યતા વિષે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આયોજિત બે દિવસની કોન્ફરન્સ ભારતભર માંથી ૧૫૦ થી પણ વધુ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાંથી , રિસર્ચ સ્કોલર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને વિધાર્થી મિત્રોએ ઓનલાઇન ભાગ લીધો હતો. કોન્ફરન્સ માં ફાર્માસ્યુટિકલ ટ્રેન્ડ્સ, રિસન્ટ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી, નેનો-પાર્ટીકલ ડ્રગ ડિલિવરી એન્ડ સુપર ક્રિટિકલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર સિસ્ટમ અને બાયો સિમિલર જેવા વિવિધ વિષયો ઉપર ઉપસ્થિત તજજ્ઞો દ્વારા લેક્ચર્સ આપવામાં આવ્યા હતા. એલ. એમ ફાર્મસી કોલેજ ના પ્રોફેસર ડો. પ્રફુલ ભારડિયા, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ડી. એમ. પટેલ, ITM યુનિવર્સિટી સલંગ્ન ફાર્મસી કૉલેજ ના પ્રિન્સિપાલ ડો.વિમલ કુમાર, નિરમા યુનિવર્સિટી માંથી ડો. તેજલ શાહ, કે.બી ફાર્મસી કોલેજ માં પ્રોફેસર ડો.અનિતાબેન લાલવાની મેડમ દ્વારા વિષય ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કોન્ફરન્સ માં સાયન્ટિફિક ઓરલ એન્ડ પોસ્ટર પ્રેઝન્ટેશન નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ કોલેજના ફેકલ્ટી,પી.એચ.ડી.સ્કોલર્સ અને એમ. ફાર્મ ના વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં એલએમ ફાર્મસી ના પ્રોફેસર ડો. મનીષ પટેલ સાહેબ નું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. પ્રેઝેન્ટેશનમાં વિજેતાઓ ને રોકડ પુરસ્કાર અને સર્ટીફીકેટ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સના સફળ આયોજન બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) વી.કે. શ્રીવાસ્તવ, ટેકનીકલ ડાયરેક્ટર ડૉ. ડી. જે. શાહ સાહેબ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. જે. કે. પટેલ તથા પ્રોગ્રામના કન્વીનર ડૉ. ઉજાસ શાહ અને ડૉ. હિરક જોષી ને અભિનંદન પાઠવ્યા હતા.