સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનીયરીંગ, વિસનગરના વિદ્યાર્થીનું આકર્ષક પેકેજ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયેલ પ્લેસમેન્ટ

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર અંતર્ગત સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનીયરીંગ ખાતે બી.ટેક. (મિકેનીકલ એન્જીનીયરીંગ)માં અભ્યાસ કરેલ વિદ્યાર્થી અટલકુમાર પટેલ (Batch 2016-20) નુ તા. ૧૮-૦૧-૨૦૨૧ના રોજ LEMINAR GLOBAL DISTRIBUTION AND SERVICES “A JOINT VENTURE of DYARCO INTERNATIONAL GROUP W.L.L. DOHA, QATAR દ્વારા ટ્રેઇની એન્જીનીયર તરીકે રૂ. ૯.૫૦ લાખ વાર્ષિક પેકેજ સાથે પ્લેસમેન્ટ કરવામાં આવેલ છે. આમ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનીયરીંગ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ રહે છે.

વિદ્યાર્થીને ઈન્ડસ્ટ્રીઝ તથા કંપનીઓમાં સરળતાથી નોકરી મળી રહે તે માટે ડિપાર્ટમેન્ટ તથા ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા વિવિધ કંપનીઓની પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન ૫ણ કરવામાં આવતું હોય છે. આ નિમણૂંક બદલ યુનિવર્સિટીના રજીસ્ટારશ્રી, પ્રોવોસ્ટશ્રી તેમજ પ્રેસીડેન્ટશ્રી અને સંસ્થાના પ્રિન્સિપાલશ્રી, પ્લેસમેન્ટ સેલ, સ્ટાફ ગર્વની લાગણી અનુભવે છે.

(પ્રોફે. ધવલ એે. પટેલ) (ડૉ. ડી. જે. શાહ)

ડિપાર્ટમેન્ટ પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર પ્રિન્સીપાલ

Leave a Reply